Thursday, April 2, 2009

રામનવમી

રામનવમી Ram Navami એ હિન્દુધર્મમાં ભગવાન શ્રી રામ Shri Ram નાં જન્મદિવસ તરીકે ઓળખાય છે. વિક્રમ સંવતમાં આવતા ચૈત્ર માસની સુદ નોમને દિવસે રામનવમી નું વ્રત વિશ્વનાં તમામ દેશમાં વસતા હિન્દુધર્મનાં લોકો ઉજવે છે. આ તહેવારનાં દિવસે ભારતમાં જાહેર રજા હોય છે.

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામ અથવા તો તેના જન્મદિવસ વિષે બે શબ્દ પણ લખવા હોય તો આપણી કલમ અટકી જાય, કારણકે તેનાં ગુણગાન ગાવા માટે વિધવાન મહાપુરૂષો પણ નેતિનેતિ કહે છે. તેનાં વિષે એક જ વાક્યમાં કહેવુ હોય તો કહી શકીયે કે, જગતમાં શ્રીરામની તુલનામાં ફકત એક શ્રીરામ પોતે જ આવી શકે. કારણકે સંસારમાં રહીને તમામ પ્રકારની મર્યાદાનું પાલન કરીને મર્યાદા પુરૂષોતમ કહેવાણા.

આવા પ્રવિત્ર દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામનાં જન્મની ઉજવણી વિશ્વનાં દરેક વ્યક્તિ ભાઈચારાથી કરીયે અને આપણુ જીવન મર્યાદામય બનાવીએ. તો ચાલો રામલલ્લાનાં ગુણગાવા રામજીમંદીરે. ભગવાન શ્રી રામનાં ચરિત્રવિષે વધારે જાણવા માટે અહીં કલીક કરો http://gu.wikipedia.org/wiki/રામ , http://hi.wikipedia.org/wiki/श्रीराम , http://en.wikipedia.org/wiki/Rama