
આ જગ્યા (આશ્રમ) શ્રી નાથજીદાદાએ પોતાના ગુરૂશ્રી પ્યારેરામજીબાપુનાં આદેશથી સ્થાપી અને ત્યા જ તપ શરૂ કર્યુ અને સાથે સાથે ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિરાધારને આશરો આપ્યો અને જગ્યામાં અન્નક્ષેત્ર શરૂ કર્યુ. ત્યારનાં કપરાકાળમાં આજુ બાજુનાં ટોડા, મુળીલા, નપાણીયા ખીજડીયા, ખરેડી, ભાવાભી ખીજડીયા અને દાદર ગામોમાંથી કાવડ ફેરવીને ટુકડો લેવા ચાલીને જતા અને તે ટુકડો જગ્યામાં આવેલા સાધુ-સંતો અને દર્શનાર્થીને જમાડતા હતાં. સમય જતા કાવડ ફેરવવાનુ કાર્ય શ્રીનાથજીદાદા નાં ગુરૂ ભાઈ શ્રી ગંગારામબાપુ એ શરૂ કર્યુ અને શ્રી નાથજીદાદા જગ્યામાં જ ભક્તિ ભજન કરવા લાગ્યા. સમય જતા સંવત ૧૬૭૯ જેઠ વદ ચોથનાં રોજ શ્રી નાથજીદાદા, શ્રી ગંગારામબાપુ તેમજ અન્ય ૧૦ શિષ્યો મળીને ટોટલ ૧૨ વ્યક્તિએ જીવતા સમાધી લીધી અને તે જ સમયે શ્રી નાથજીદાદાનાં પ્રિય મોતીરામ નામનાં સ્વાને (કુતરાએ) ટોડા ગામે પોતાનાં શરીરમાંથી જીવ છોડીને દાદા સાથે ભળી ગયો. આમ સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૩ જીવે જીવતા સમાધી લીધી હોય તેવી આ નાથજીદાદાની જગ્યા - દાણીધારદાણીધારની જગ્યા એક જ છે. આ જગ્યા (આશ્રમ) વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે. http://gu.wikipedia.org/wiki/શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર
No comments:
Post a Comment